જો તમારુ આધાર કાર્ડ ખોવાયું ગયું હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ (UIDAI) એ તેની વેબસાઈટ પર એક પાયલટ ધોરણે એક નવી સેવા શરૂ કરી છે. આ સેવા હેઠળ એક સામાન્ય ફી ચૂકવીને એકત્રિત કરી શકાય છે.
આ પહેલા આધારકાર્ડ ફરીથી બનાવવાનો વિકલ્પ ઉપલબ્ધ હતો, પરંતુ પહેલા નવા આધારની જરુર પડતી હતી. હવે તમે 50 રુપિયા ફી ચુકવીને રિપ્રિન્ટ આધાર મંગાવી શકો છો. જે આધાર પોસ્ટ દ્વારા તમારા સરનામાં પર સીધું પહોંચી જશે.
અહીં કેટલાક સરળ સ્ટેપ્સ આપવામાં આવ્યા છે. આ સ્ટેપ્સને ફોલો કરી અને તમે આધાર કાર્ડ મેળવી શકો છો.
કેવી રીતે કરવું આવેદન?
રિપ્રિન્ટ આધાર કાર્ડ મેળવવા માટે આધાર નંબર અથવા તો વર્ચુઅલ આઇડી નંબરથી આવેદન કરી શકો છો.
આવેદનની પ્રક્રિયા
-સૌથી પહેલા https://uidai.gov.in/ પર જવું.
-આધારકાર્ડ રિપ્રિન્ટ(પાયલટ સર્વિસ) પક ક્લીક કરો
તમારો12 આંકડાનો આધાર કાર્ડ નંબર અથવા તો 16 આંકડાનો વીઆઇડી નંબર દાખલ કરો
– જો મોબાઇલ નંબર રજિસ્ટર્ડ થયેલ હોય તો ‘OTP’ પર ક્લિક કરો. જો મોબાઈલ નંબર નોંધાયેલો નથી, તો તેનાથી સંબંધિત બોક્સ પર ક્લિક કરવું જ જોઇએ
તમારા મોબાઇલ પર OTP એન્ટર કરો
એગ્રીઇંગ ટૂ એન્ડ કેંડિશન્સના બોક્સને સિલેક્ટ કરો અને સબમીટનું બટન દબાવો.
હવે ‘મેક પેમેન્ટ’ વિકલ્પ પર ક્લિક કરો.
– આપેલા વિકલ્પોમાંથી ચુકવણી પ્રક્રિયાને પૂર્ણ કરો
આ પછી તમને તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર એક્નોલોઝમેન્ટ સ્લિપ નજર આવશે. જો તમે ઇચ્છો તો તમે તેને ડાઉનલોડ કરી શકો છો. થોડા દિવસો પછી તમારા સરનામાં પર નવું આધાર કાર્ડ
Aadhar card khovai gayu che
ReplyDeleteMobile number change karavvano che