યુવાનોને વિવાહ પછી સંભોગ કરવાની ખુબ જ ઇચ્છાઓ થાય છે પરંતુ મહિલાઓને દર મહીને આવતા માસિક સ્ત્રાવને લીધે પુરુષ નાખુશ રહે છે. તેથી તેઓ મહિલાઓને સંભોગ માટે માસિક સ્ત્રાવ દરમિયાન પણ મનાવે છે. આ કરવાથી બંને વચ્ચે ઝગડાઓ થાય છે. તેથી આજે અમે તમને માસિક સ્ત્રાવ દરમિયાન સંભોગ થાય કે નહિ તે સમજાવીશું.
સવાલ- આ સવાલ અમને એક નવદંપતી એ કર્યો છે તેઓ કહે છે કે અમારા લગ્ન થયાં એને હજુ 6-7 મહિના જ થયા છે. તેથી નવા લગ્નને કારણે અમારી વચ્ચે ઘણીવાર પિરિયડ્સ દરમ્યાન પણ નજદીકી આવી જાય છે. અમે બાળક ઇચ્છતાં નથી એટલે હું ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ્સ લઉં છું. મને ક્યારેક વિચિત્ર લાગે છે, પરંતુ મારા પતિ હું પિરિયડ્સમાં હોય ત્યારે સંભોગ કરવાની ખુબ ઇરછા થાય છે.
એક-બે વાર અમે આ સમય દરમ્યાન સંભોગ પણ કર્યો છે. ત્યારે એક-બે દિવસ સુધી સંભોગ ના કારણે વધારે માસિક આવે છે. તો શું આ એબ્નૉર્મલ કહેવાય? માસિક સ્ત્રાવ દરમ્યાન સંભોગને કારણે ફર્ટિલિટી પર અસર તો નહીં પડે ને? માસિક સ્ત્રાવ દરમ્યાન ઇન્ટર્નલ ડૅમેજ થાય એવું સંભવ છે? આવું કરવાનું કેટલું સેફ છે?
જવાબ- નવાં-નવાં લગ્ન થાય ત્યારે સંભોગની ઇરછા થવી એ સ્વાભાવિક છે અને માસિક સ્ત્રાવ દરમ્યાન થવી એ પણ સ્વાભાવિક છે. ત્યારે પુરુષો અને સ્ત્રીઓ બંનેને ખુબ જ ઇરછા થાય છે. માસિક સ્ત્રાવ વખતે સબંધ બાંધવાથી સ્ત્રીઓને માસિક વધારે આવે તેનાથી ગભરાવવું જોઈએ નહિ. એનાથી આંતરિક અવયવોને કોઈ જ પ્રકારનું ડૅમેજ થતું નથી. એવું જોવા મળ્યું છે કે સંભોગ દરમ્યાન વધુ બ્લીડિંગ થઈ જાય તો ઓવરઑલ બ્લીડિંગનો સમય ઓછો થઈ જાય છે.
માસિક સ્ત્રાવ દરમ્યાન સંભોગ કરવો સુરક્ષિત છે. પરંતુ આ પ્રક્રિયામાં બન્ને પક્ષની સંમતિ મહત્ત્વની છે. ખાસ કરીને સ્ત્રીની તૈયારી હોવી ખૂબ જરૂરી છે. કેટલીક સ્ત્રીઓને માસિક સ્ત્રાવ દરમ્યાન વધુ પીડા થતી હોવાને કારણે કે પછી સંકોચને કારણે સમાગમ કરવાનું ગમતું નથી હોતું તો ઘણાં યુગલોને માસિક દરમ્યાન સંભોગ કરવામાં વધુ આનંદ આવતો હોય છે.
માસિક સ્ત્રાવ દરમ્યાન યોનિમાર્ગમાં વધુ ભીનાશ અને ચીકાશ હોય છે એટલે સંભોગ કરવામાં સરળતા રહે છે. બીજું, આ સમય દરમ્યાન પ્રેગ્નન્સી રહેવાના ચાન્સિસ નહીંવત્ હોય છે. આ કારણે તેઓ ચિંતામુક્ત થઈને સેક્સ માણી શકે છે, પરંતુ કૉન્ડોમ પહેરીને કરો તો વધારે સારું રહે છે. જોકે માસિક દરમ્યાન અને એ પછી પણ સ્ત્રીએ એ ભાગની યોગ્ય ચોખ્ખાઈ રાખવી જરૂરી છે.
હાઇજીનની જાણ જો સ્ત્રીને પૂરતી ન હોય તો પુરુષને ઇન્ફેક્શન થવાની અને યુરિનમાં બળતરા થવાની સમસ્યા થઈ શકે છે. સેક્સ દરમ્યાન એન્ડોર્ફિન અને એડ્રિનાલિન હૉર્મોન્સ રિલીઝ થાય છે. એ એક પેઇનકિલરનું કામ પણ કરે છે. જો સ્ત્રીને પૂરતો સંતોષ થયો હોય તો પિરિયડ્સ દરમ્યાન થતા કમર, પેડુ અને પગના દુખાવામાં રાહત મળે છે.
No comments:
Post a Comment