ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ અને યુવતિઓ પર અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યારે આવા કિસ્સાઓમાં તો સુરત મોખરે છે. હાલમાં જ સુરતના સરથાણામાંથી બળાત્કારની ઘટના સામે આવી હતી, જેમાં એક કાપડ વેપારીને ત્યાં નોકરી કરતા કર્મચારીએ વેપારીની જ પત્ની પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ આ દરમિયાન ફોટા પાડી લીધા હતા અને તે વાયરલ કરી દેવાની ધમકી આપી તે અવાર નવાર પૈસાની માંગણી કરી હેરાન કરતો હતો.
જેથી કંટાળેલી પરિણીતાએ આખરે પોતાના પતિને સમગ્ર ઘટના કહેતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પોલિસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. હાલ સુરતના સરથાણામાં રહેતા અને મૂળ ભાવનગરના વતની કાપડની દુકાન ચલાવતાં વેપારી પત્ની અને બાળકો સાથે રહે છે, તેમના ત્યાં સતીશ લાંગડિયા કર્મચારી તરીકે ઘણા સમયથી નોકરી કરતો હતો અને તે અવાર નવાર વેપારીના ઘરે આવતો જતો રહેતો હતો.
ત્યારે એક દિવસ સતીશ દુકાનના કામે વેપારીના ઘરે ગયો ત્યારે વેપારીની પત્નીને તેણે કપડા બદલતા જોઇ અને ત્યારે જ તેની પરણિતા પર દાનત બગડી હતી તેથી તેને પકડી લઇ તેની સાથે બળાત્કાર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આરોપીએ દુષ્કર્મ આચર્યા બાદ ફોટા પાડી લીધા હતા અને આ જ ફોટા તે પરણિતાને વાયરલ કરવાની ધમકી આપી રહ્યો હતો અને અવાર નવાર દુષ્કર્મ આચરતો હતો એટલું જ નહીં તેની સાથે દુષ્કર્મ અને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરવાને લઈને છેલ્લા છ મહિનામાં સાત લાખ કરતા વધુ રૂપિયા પડાવી લીધા હતા.ત્યારે આખરે કંટાળેલી પરણિતાએ આ સમગ્ર મામલાની જાણ પતિને કરી હતી અને આ કર્મચારીને છ મહિના પૂર્વે જ નોકરીમાંથી તગેડી મૂક્યો હતો, છત્તા પણ આરોપી પોતાની હરકતોથી બાજ આવતો ન હતો અને હેરાન પરેશાન કરતો હતો જેના કારણે વેપારીની પત્ની આ મામલે કર્મચારી વિરૂધ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આ મામલે ગુનો દાખલ કરી કર્મચારીની ધરપકડ કરી હતી.
No comments:
Post a Comment