Wednesday, 19 February 2020

આ સરકારી યોજના મળશે દીકરી ને ૧૮ વર્ષે મળશે લાખો રૂપિયા

દિકરી સાપનો ભારો નહી પરંતુ વહાલનો દરિયો હોય છે. આને ખરા અર્થમાં સાર્થક ઠેરવવા કેન્દ્ર સરકારે કમર કસી છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાનને સમર્થન આપવા માટે સુકન્યા સમૃધ્ધિ યોજના અમલમાં મુકી છે. જે દીકરીઓ માટે ભેટ સમાન સાબિત થશે. આ યોજનમાં માતા પિતા ઉપર કન્યાના લગ્ન અને તેના ભણતરનો ભાર હળવો કરવામાં સરકારની સુકન્યા સમૃધ્ધિ યોજનામાં સુરતના ૭૫ જેટલા પરિવારોએ ખાતા ખોલાવ્યા છે. અને અન્ય દીકરીવાળા પરિવારોને આ યોજનાનો લાભો વિષે માહિતગાર કરી રહ્યાં છે.
સુકન્યા સમૃદ્ધિ યોજનાને લોકો ઠેર ઠેર આવકાર આપી રહ્યા છે.
25મી ફેબુઆરીથી ભારતભરની પોસ્ટ ઓફિસમાં શરુ થયેલી આ યોજના કન્યાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા ખુબ ઉપયોગી સાબિત થાય તેમ છે. સુરત શહેરની પોસ્ટ ઓફિસોમાં આ યોજના હેઠળ ખાતું ખોલાવવા અને યોજનાની જાણકારી મેળવવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત શહેરની ફક્ત નાનપુરા પોસ્ટ ઓફીસમાં જ અત્યાર સુધી આ યોજના હેઠળ 75 જેટલા ખાતા ખુલી ચુક્યા છે.
એક હજારથી ખુલે ખાતું
માતા પિતા કે ગાર્ડિયન કન્યા માટે ” સુકન્યા સમૃધ્ધિ યોજના ” અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે. આ યોજનામાં 2-12-2003ના રોજ અથવા ત્યાર બાદ જન્મેલી કન્યાનું ખાતું ખોલાવી શકાય છે. અને માતા અને પિતા ગાર્ડિયન તરીકે ખાતું ખોલાવી શકે છે. અનાથ કન્યાના કિસ્સામાં કોર્ટ દ્વારા નિમાયેલા ગાર્ડિયન ખાતું ખોલાવી શકે છે.
આ યોજના હેઠળ એક કુટુંબ માંથી વધુ માં વધુ બે કન્યાઓનું ખાતું ખોલાવી શકાય છે. અને ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી ખાતું ખોલાવ્યા બાદ એક નાણાકીય વર્ષમાં રૂપિયા 100ના ગુણાંકમાં વધુ માં વધુ 1 લાખ 50 હજાર જમા કરાવી શકાય છે તેમ નાનપુરા પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેડન્ટ આર એમ પટેલે જણાવ્યું હતું.
 ઉચ્ચ અભ્યાસ માટે ૧૮ વર્ષની દીકરી થાય ત્યારે રકમ ઉપાડી શકાય
સુકન્યા સમૃધ્ધિ યોજના વર્ષ 2014-2015 માટે  9.1 ટકા વ્યાજ દર નક્કી કરવામાં આવ્યું છે. જે દરેક વર્ષે કેન્દ્ર સરકારના નિયમ અનુસાર બદલાતા રહેશે. કન્યાઓના ભણતર અને તેમના લગ્ન સરળતાથી થઇ શકે તે માટે આ યોજના અંતર્ગત ખાતું ખોલાવ્યા બાદ 14 વર્ષ સુધી રૂપિયા ભરવા પડે ત્યાર બાદ ખાતું પાકતી મુદ્દતનું થાય આ યોજનાની ખાસિયત એ છે કે કન્યા ની ઉંમર 18 વર્ષ ની થાય તે પછી ઉચ્ચ શિક્ષણ માટે જમા થયેલી રકમમાંથી 50 ટકા રકમ ઉપાડી શકાશે.
 ઈન્કમટેક્સમાંથી પણ મળશે બાદ
સુકન્યા સમૃધ્ધિ યોજના મુજબ દરેક દીકરીનું પોસ્ટ ઓફિસમાં ખાતુ ખુલી શકે છે. દીકરીની ઉમર અગાઉ જો 18 વર્ષ થયા બાદ લગ્ન થઇ જાય તો ખાતું બંધ થઇ જશે. વળી આ સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત ખોલાવવામાં આવેલું ખાતું નોકરીયાત અને ધંધાર્થીઓ માટે પણ ફાયદાકારક છે. કારણ કે, સરકારે આ ખાતામાં જમા કરાવવામાં આવનારી યોજનાને ટેક્સમાંથી મુક્તિ આપી છે. એટલે કે, આ યોજના હેઠળ કરેલ રોકાણ ઇન્કમટેક્ષની 80સી માં બાદ મળશે એ ખુબ સારી બાબત છે. જે મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ ફાયદાકારક બાબત છે.
દીકરી લાગશે તુલસીનો ક્યારો
સુકન્યા સમૃધ્ધિ યોજના હજુ કેન્દ્ર સરકારે લોન્ચ જ કરી છે. ત્યારે સુરતમાં રહેતા ચંપક પટેલને પણ એક દીકરી છે. જેનું તેમણે આ યોજનમાં ખાતુ ખોલાવ્યું છે. ચંપકભાઈ આ યોજનાથી એટલા તો પ્રભાવિત થયા છે કે, તે પોતાની આસપાસમાં રહેતા અને દીકરીઓ વાળા પરિવારને પણ ખાતા ખોલાવવા માટે સમજાવશે તેવું તેમણે જણાવ્યું હતું. આ યોજના દ્વારા દીકરી સાપનો ભારો નહીં પરંતુ તુલસીનો ક્યારો લાગશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

No comments:

Post a Comment