નમસ્તે મિત્રો, સ્માર્ટ ગુજરાત ચેનલ માં ફરી એક વાર તમારું સ્વાગત છે. આજ ના આર્ટિકલ માં આપણે જાણી શું કે ઓનલાઇન ડ્રાઇવિંગ લાઇસેંસ કેવી રીતે કઢાવવું? મિત્રો તમારે ડ્રાઇવિંગ લાઇસેંસ કઢાવતા પેહલા, લર્નિંગ લાઇસેંસ (શિખાઉ લાઇસેંસ) કઢાવવું પડે છે. અને લર્નિંગ લાઇસેંસ (Learning License) મેળવવા માટે તમારે એક કોમ્પ્યુટર ની પરીક્ષા પાસ કરવાની હોય છે.
અમારી દરેક માહિતી વાંચવા માટે અહિયાં ક્લિક કરો .
ડ્રાઇવિંગ લાઇસેંસ કઢાવવા માટે ની લાયકાત
અમારી દરેક માહિતી વાંચવા માટે અહિયાં ક્લિક કરો .
ડ્રાઇવિંગ લાઇસેંસ કઢાવવા માટે ની લાયકાત
- ગિયર વિના ના 2 Wheeler ના ડ્રાઇવિંગ લાઇસેંસ માટે અરજી કરનારની ઉંમર 16 વર્ષ થી વધારે હોવી જોઈએ.
- ગિયર વાળા 2 Wheeler, મોટર કાર, ટ્રેક્ટર, અને અન્ય નોન-ટ્રાન્સપોર્ટ વાહન ના ડ્રાઇવિંગ લાઇસેંસ માટે અરજી કરનારની ઉંમર 18 વર્ષ થી વધારે હોવી જોઈએ.
- ટ્રાન્સપોર્ટ વાહન ના ડ્રાઇવિંગ લાઇસેંસ માટે , અરજી કરનારની ઉંમર 20 વર્ષ થી વધુ અને ધોરણ 8 પાસ હોવો જોઈએ . અને સાથે 1 વર્ષ નો લાઈટ મોટર વાહન નો અનુભવ હોવો જરૂરી છે.
ડ્રાઇવિંગ લાઇસેંસ કઢાવવા માટે ના જરૂરી દસ્તાવેજ
- ઉંમર નું પ્રમાણ પત્ર
આમાંથી કોઈપણ એક પુરાવો આપી શકાય છે.
1) શાળા છોડ્યા નું પ્રમાણ પત્ર
2) પાસપોર્ટ
3) LIC પોલિસી
4) મતદાર કાર્ડ
5) સરકારી દવાખાના ના ડોક્ટર દ્વારા આપેલ સર્ટિફિકેટ
- સરનામાનો પુરાવો
આમાંથી કોઈપણ એક પુરાવો આપી શકાય છે.
1) શાળા છોડ્યા નું પ્રમાણ પત્ર
2) પાસપોર્ટ
3) LIC પોલિસી
4) મતદાર કાર્ડ
5) લાઈટ બિલ
6) ટેલિફોન બિલ
7) સરકારી કર વેરા ની રશીદ
8) એફિડેવિટ
ડ્રાઇવિંગ લાઇસેંસ માટેની ફી
- RS 25/- ટેસ્ટ ફી અને RS 30/- લેખે દરેક અલગ જાત ના વાહન ના લર્નિંગ લાઇસેંસ માટે.
- RS 200/- સ્માર્ટ કાર્ડ ડ્રાઇવિંગ લાઇસેંસ અને RS 50/- લેખે દરેક અલગ જાત ના વાહન ના ડ્રાઇવિંગ લાઇસેંસ માટે.
- લર્નિંગ લાઇસેંસ અને ડ્રાઇવિંગ લાઇસેંસ ની ફી એક સાથે ભરી શકાય છે.
Procedure to apply online Driving Licence (ઓનલાઇન ડ્રાઇવિંગ લાઇસેંસ માટે અરજી કરવાની પ્રક્રિયા)
લર્નિંગ લાઇસેંસ મેળવવા, કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરવી જરુરી છે.
- કોમ્પ્યુટર ટેસ્ટ મા, ટ્રાફિક ના નિયમો અને ટ્રાફિક ની વિવિદ ટ્રાફિક ચિન્હો વિષે પુછાય છે.
- 15 પ્રશ્નો કોઈપણ ક્રમમાં પુછાય છે, જેમાંથી 11 પ્રશ્નો ના સાચો જવાબ એવો પડે છે.
- દરેક પ્રશ્ન માટે 48 સેકન્ડ નો સમય મળે છે.
- એક વાર પરીક્ષા માં નાપાસ થયા હોય તો 24 કલાક બાદ ફરીથી ટેસ્ટ આપી શકાય છે.
- જો તમારી પાસે લર્નિંગ લાઇસેંસ અથવા ડ્રાઇવિંગ લાઇસેંસ છે, અને તમારે વધુ એક શ્રેણી ના વાહન નું ડ્રાઇવિંગ લાઇસેંસ ઉમેરવું હોય તો તમારે કોપ્યુટર પરીક્ષા આપવાની જરૂર નથી.
- કોમ્પ્યુટર પરીક્ષા ની પ્રેક્ટિસ ટેસ્ટ માટે અહીંયા ક્લિક કરો.
પાકું ડ્રાઇવિંગ લાઇસેંસ કઢાવવા માટે તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ દેવું જરૂરી છે.
- લર્નિંગ લાઇસેંસ મેળવ્યા બાદ તમે 30 દિવસ પછી તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકો છો.
- ડ્રાઇવિંગ ટેસ્ટ તમે જે જે વાહન માટે અરજી કરી હોય તે વાહનો ઉપરજ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનું હોય છે.
- લર્નિંગ લાઇસેંસ 6 મહિના સુધીજ માન્ય ગણવામાં આવે છે. એટલે લર્નિંગ લાઇસેંસ ક્ધવ્યા ના 6 મહિના ની અંદર તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી દેવી જોઈએ.
- ડ્રાઇવિંગ ટેસ્ટ ની એપોઇન્ટમેન્ટ સ્લોટ બુક કરવા માટે અહીંયા ક્લિક કરો.
અમારી દરેક માહિતી વાંચવા માટે અહિયાં ક્લિક કરો .
No comments:
Post a Comment